પ્રિય વતનપ્રેમી,

ગામની માટીની મહેક હજુ પણ નથી ભુલાણી, હજુ પણ યાદ આવે છે એ ઘમ્મર-વલોણા નો નાદ, ગાયો ને બોલાવતા એ ગોવાળિયા નો સાદ, પનિહારી ના રણઝણતા ઝાંઝર અને મંદિરે વાગતી ઝાલરથી નાચી ઊઠતું ગામનું પાદર…
બધુ જ આંખ સામે તરવરે છે એવું ને એવું. આવો, આપણે સૌ હળીએ-મળીએ અને વતનની સ્મૃતિઓ મમળાવીએ, મન મીઠા કરીએ મનભાવન ભોજન ધ્વારા.
આ બધુ જ કરીએ આપણે સ્નેહમિલનના બહાને ! તો જરૂર થી પધારશોજી.

 

કાર્યક્રમની રૂપરેખા

દિપપ્રાગટય સાંજે ૪ઃ૦૦ કલાકે
સ્ટેજ પોગ્રામ સાંજે ૫ઃ૦૦ કલાકે
સ્વરૂચિ ભોજન સાંજે ૭ઃ૦૦ કલાકે
રાસ-ગરબા રાત્રે ૯ઃ૦૦ કલાકે
તારીખ : ૨૦/૦૫/૨૦૧૮, રવિવાર
સમય : સાંજે ૪ઃ૦૦ કલાકે
સ્થળ : અવધ ફાર્મ, પેપર મીલ કમ્પાઉન્ડ,
ગજેરા વિદ્યાભવનની પાછળ, મોટા વરાછા, સુરત.

 

ખાસ નોંધ

  • વિદ્યાર્થીઓએ રીઝલ્ટની ઝેરોક્ષ સ્નેહમિલનના દિવસે સાથે લાવવી ફરજીયાત છે.
  • વર્ષ ૨૦૧૭-૧૮ ના રીઝલ્ટની ઝેરોક્ષ વગર કોઈપણ સભ્યને પ્રોત્સાહીત ઈનામ મળશે નહી.
  • દાતાશ્રીઓ એ લખાવેલી રકમ સ્નેહમિલનના દિવસે સ્થળ પર જમા કરાવવી.
  • તમામ ગ્રામજનોએ સમયસર હાજરી આપવા નમ્ર વિનંતી.
  • સ્નેહમિલનમાં આવતા ગ્રામજનોએ પોતાનું વાહન માન્ય પાર્કિંગમાં પાર્ક કરવું.

 

સ્નેહમિલનનુ સ્થળ ગૂગલ મેપ પર :